Gujarat

G -20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત  મહિલાઓ માટે  વિવિધ સ્પર્ધાઓ યોજાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્રારા મહિલાઓ માટે  વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૩ – ૨૪ દરમિયાન ગુજરાત સરકારશ્રીના આઝાદી કા અમૃત મહોત્સવ  G -20  અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૬૦  વર્ષથી ઉપર વય ધરાવનાર, સિનિયર સિટીઝન મહિલાઓ   ચેસ, યોગાસન, રસ્સાખેંચ, એથલેટીક્સ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી,  જિલ્લા રમત વિકાસ કચેરી, જૂનાગઢ  ખાતે સ્પર્ધાના ફોર્મ મેળવી લઈ તે આગામી તા.૧૨/૩/૨૦૨૩  સુધીમાં જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા મો – ૯૨૬૫૭૮૩૭૫૭ નો સંપર્ક કરવો, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *