Gujarat

G20 અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ મળીને ૨૦ જગ્યાએ કુલ પાંચ વિષયો ઉપર ‘Y20 ગુજરાત સંવાદ’ કાર્યક્રમ યોજાશે

૫૦૦૦ થી વધુ યુવાનો અને યુવતીઓ “youth talk” માં ભાગ લેશે
***
ગુજરાત સંવાદમાં મોબાઈલ નં. ૮૪૦૧૪૦૦૪૦૦ ઉપર મિસકોલ કરીને જોડાઈ શકાશે
***
જિલ્લા કક્ષાનો “youth talk” કાર્યક્રમ તા. ૧૧/૦૫/૨૦૨૩ ના રોજ સંતરામ મંદિર, નડિયાદ ખાતે સાંજે ૦૫ કલાકે યોજાશે
**
ભારત દેશમાં આવનારા સમયમાં G20 ની સમીટ થવાની છે ત્યારે સમગ્ર દેશમાં G20 અંતર્ગત સમગ્ર દેશમાં “youth talk”નું આયોજન છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવેના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકાઓ, નગરપાલિકા અને મહાનગરોમાં કુલ મળીને ૨૦૦ થી વધુ ગુજરાત સંવાદ Y20 કાર્યક્રમ થશે.
  ખેડા જિલ્લામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ખેડા જીલ્લો, દ્વારા દરેક તાલુકા અને નગરમાં કુલ મળીને ૨૦ જગ્યાએ તારીખ ૦૯/૦૫/૨૦૨૩ થી ૧૪/૦૫/૨૦૨૩ સુધી કુલ પાંચ વિષયો પર સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં (૧)‘ભવિષ્યનું કાર્ય: ઉદ્યોગ ૪.૦, ઇનોવેશન અને ૨૧મી સદીની કુશળતા (૨)આબોહવા પરીવર્તન અને આપત્તી જોખમમાં ધટાડો: સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો (૩) વહેંચાયેલ ભવિષ્ય:લોકશાહી અને શાસનમાં યુવા (૪) શાંતિ નિર્માણ અને સમાધાન: યુદ્બ ન થવાનાં યુગની શરૂઆત અને (૫) આરોગ્ય સુખાગારી અને રમત ગમત: યુવાનો માટે કાર્યસુચી’ સહિતનાં કુલ પાંચ વિષયો ઉપર જિલ્લામાં ૫૦૦૦ થી વધુ યુવાનો અને યુવતીઓ “youth talk”માં ભાગ લઈ સંવાદ કરશે.
તા. ૧૧/૦૫/૨૦૨૩ના રોજ સંતરામ મંદિર, નડિયાદ ખાતે ‘લોકશાહી અને યુવાનોની ભૂમિકા’ વિષય પર સાંજે ૦૫ કલાકે જિલ્લા કક્ષાનો “youth talk” કાર્યક્રમ યોજાશે. ગુજરાત સંવાદમાં મોબાઈલ નં. ૮૪૦૧૪૦૦૪૦૦ ઉપર મિસકોલ કરીને જોડાઈ શકાશે.
આ “youth talk”માં જુદા જુદા વિષયોનાં નિષ્ણાંતો અને અનુભવી વક્તાઓ સાથે ટુ વે કમ્યુનિકેશન દ્વારા સંવાદ કરવામાં આવશે. તથા  યુવાનોના શ્રેષ્ઠ વિચારોને રાષ્ટ્રીય મંચ ઉપસ્થિત થવામાં ગુજરાત સંવાદ માધ્યમ બનશે. સંવાદમાં ભાગ લેનારા દરેક યુવાનોને ઓનલાઈન ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ ખેડા જિલ્લોના ડિસ્ટ્રીક્ટ ઈનચાર્જ શ્રી હિરેનભાઈ પોકારના જણાવ્યા અનુસાર આ “youth talk”માં વધુમાં વધુ યુવાનો જોડાય એ હેતુ વિવિધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શાળા, કોલેજ, કોચિંગ ક્લાસિસ, કમ્પ્યુટર ક્લાસિસ, એનએનએસ, એનસીસી, આઈટીઆઈ તથા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા યુવાનોને માહિતિ આપવામાં આવી રહી છે.

2-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *