Maharashtra

ગદર-૨ કે OMG-2… બે માંથી કઈ ફિલ્મ જાેવા જેવી તેના રીવ્યુ આવ્યા સામે..

મુંબઈ
ગદર ૨ ની રિલીઝ વચ્ચે, સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પોતાનો ગુસ્સા પર કંટ્રોલ ગુમાવતો જાેવા મળી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, સની દેઓલ હંમેશા હસતો કે, ભાવુક થતો જાેવા મળે છે. પરંતુ ફેન્સે તેને પહેલીવાર આટલો ગુસ્સે થતો જાેયો હશે. સનીના આ સ્ટાઈલને કારણે તે ટ્રોલ પણ થઈ રહી છે. સૌથી વધુ રાહ જાેવાતી સિક્વલ ‘ગદર ૨’ આખરે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર આ ફિલ્મ પહેલાથી જ ચાહકોમાં ઘણી ચર્ચામાં છે. એડવાન્સ બુકિંગ તબક્કા દરમિયાન ફિલ્મની ૨૦ લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે. ડિરેક્ટર અનિલ શર્માએ આ વાત શેર કરી છે. તેઓ તેને અદ્ભુત કહે છે. ગદરની પ્રેમ કથા બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર હતી. આ ફિલ્મમાં દેઓલે પાકિસ્તાનમાં જે હેન્ડપંપ ઉખાડી નાખ્યો હતો તેણે પાકિસ્તાનીઓને ડરાવી દીધા હતા. જ્યારે ગદર ૨ માં, આ વખતે સની હેન્ડપંપને ઉખાડી નાખે નહીં, ફક્ત જુઓ અને પાકિસ્તાની દુશ્મનોને પરસેવો આવી જશે. જ્યારે તારા સિંહ પાકિસ્તાનમાં દુશ્મનોનું બેન્ડ વગાડે છે અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવે છે ત્યારે આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે છે. આ દરમિયાન ફિલ્મનો રિવ્યુ પણ આવી ગયો છે. જાણો કેવી છે ‘ગદર ૨’.. સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ને દર્શકોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેને જાેઈને મેકર્સ પણ ખુશ છે. દરમિયાન, એક સમાચારે ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત સમગ્ર ટીમને મોટો ઝટકો આપ્યો છે. ખરેખર, રિલીઝના થોડા કલાકો બાદ જ ‘ગદર ૨’ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ મૂવી તમિલરોકર્સ, ટેલિગ્રામ, ફિલ્મઝિલા, મૂવીરુલ્ઝ અને અન્ય જેવી ઘણી ટોરેન્ટ સાઇટ્‌સ પર મફત ડાઉનલોડ કરવા અને ૐડ્ઢ પ્રિન્ટમાં જાેવા માટે ઉપલબ્ધ છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ર્ંસ્ય્ ૨’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મુંબઈથી ઓનલાઈન સામે આવેલા એક વીડિયોમાં ચાહકો અક્ષય કુમારના ર્ંસ્ય્ ૨ પોસ્ટરને દૂધથી અભિષેક કરતા જાેઈ શકાય છે. સેલ્ફ ક્રિટીક્સ કમલ રાશિદ ખાન ઉર્ફે દ્ભઇદ્ભ એ અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ‘ર્ંસ્ય્ ૨’નો તેમનો રિવ્યુ ટિ્‌વટર પર શેર કર્યો છે. દ્ભઇદ્ભ લખ્યું છે કે, અક્ષય કુમારની ફિલ્મ ર્ંસ્ય્૨ શાનદાર છે. અક્ષયનો લુક અને એક્ટિંગ ટોપ ક્લાસ છે. બાકીના તમામ કલાકારોએ પણ તેમના પાત્રો શાનદાર રીતે ભજવ્યા છે. બધા માતાપિતાએ તેમના બાળકો સાથે આ જાેવું જાેઈએ, હું આ ખૂબ જ સારી ફિલ્મને ૩ સ્ટાર આપું છું. વર્ષ ૨૦૨૩ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ર્ંસ્ય્ ૨ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તે જ સમયે, અક્ષય કુમારે તેના ચાહકોને થિયેટરોમાં તેની નવીનતમ ફિલ્મ જાેવાની અપીલ કરી છે. શું બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું જાેઈએ અને સેક્સ વિશે વાત કરવી એ ખરાબ બાબત છે? ર્ંસ્ય્ ૨ આ મુદ્દા પર બનેલી એક શાનદાર ફિલ્મ છે. ઘણા સમય પછી મેં એવી ફિલ્મ જાેઈ છે જેમાં કોઈ ખામી નથી દેખાઈ. જેનું લેખન અદ્ભુત હતું. ફિલ્મમાં આવા અનેક દ્રશ્યો હતા જ્યાં થીયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્‌યું હતું. ફિલ્મનો પહેલો રિવ્યુ આવી ગયો છે અને લોકોના પ્રતીસાદ પણ આ ફિલ્મને લઈને સારો મળી રહ્યો છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *