સુરતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. ગારિયા શેરી દ્વારા ગણેશજીની પ્રતિમાનું અનાવરણ કરાયું. આ સાથે જ સુરતના સૌથી ધનિક ગણેશજીની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. અંદાજિત ૨૦થી ૨૫ કિલો સોના અને ચાંદીના દાગીનાનો શણગાર કરાયો છે.. ૭ કિલો ચાંદીના મૂષકરાજ આકર્ષણ વધારી રહ્યા છે. ગણપતિ બાપ્પા માટે મુગટ, બાજુબંધ, હાથ-પગમાં શણગાર કરવામાં આવ્યો છે. તો બાપ્પાને કેડમાં કંદોરો અને નવલખા હાર પહેરાવવામાં આવ્યો છે. ૨ બાય ૪ ફૂટની ચાંદીની પાન આકારની પ્રતિમા રખાઈ છે. જેમાં ૧,૫૦,૦૦૦ ડાયમંડથી મૂર્તિ બનાવવામાં આવી છે.

