રાજકોટ
રાજ્યમાં આમ તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના લોધિકા-ચીભડા રોડ પર આવેલી દરગાહમાંથી ગાંજાે ઝડપાયો છે.દરગાહમાંથી ૨૪ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મુંજાવર હબીબશા ઉર્ફે મસ્તાન બાપુ પસ્તીવાડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. લોધિકા પોલીસે હબીબશા ઉર્ફે મસ્તાન બાપુની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ અગાઉ સુરતના કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં બિન વારસી હાલતમાં ૧૦ લાખથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
