Gujarat

કરંજ ગામનું ગૌરવ : દેવ પટેલ                                 

હાલમાં જાહેર થયેલ છે NEET ની પરીક્ષામાં સુરત શહેરની પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતાં દેવ રાકેશભાઈ પટેલે 720 માંથી 660 ગુણ (99.76 PR) મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક 4462 સાથે ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી કરંજ ગામ સહિત સમગ્ર ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
               અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડનાં છેવાડાનાં કાંઠા વિસ્તાર સ્થિત કરંજ ગામનાં મૂળ વતની અને હાલ શહેરની જહાંગીરપુરા વિસ્તારની શ્રદ્ધા સોસાયટીમાં રહેતાં રાકેશભાઈ પટેલનાં આ તેજસ્વી સુપુત્રએ ધોરણ 12 સાયન્સમાં 85.46 % (99.53 PR) મેળવી અપેક્ષિત સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 105 ગુણ મેળવી નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
               નાનપણથી જ અભ્યાસ પ્રતિ વિશેષ રુચિ ધરાવતાં દેવ પટેલે પોતાની પ્રબળ ઇચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને મહેનતનાં જોરે મનવાંછિત પરિણામ મેળવી શાળા, પરિવાર, કોળી પટેલ સમાજ સહિત ઓલપાડ ગામનું નામ રોશન કરેલ છે. ભવિષ્યનાં ડોક્ટર બનવાની ખેવના ધરાવતાં દેવ પટેલની ઝળહળતી સફળતા બદલ સૌએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20230615-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *