મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકાના મીનાવાડા ગામે કસુંદ્રા મહાદેવ મંદિરે ગૌરી વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં છેલ્લા દિવસે ગામની બાળાઓએ મહાદેવ ની પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ ગૌરી વ્રત નિમિત્તે ગામનાં દાતા શ્રી દશરથભાઇ સોઢા અને સામંતસિંહ સોઢા તરફથી 300 જેટલી બાળાઓને ડ્રેસ નાં કાપડ આપ્યા હતાં તેમજ ભરતભાઈ સોઢા તરફથી આઈસ્ક્રીમ તથા બળદેવભાઈ ડાભી અને ટીનાભાઈ ચોહાણ તરફથી ફરારી વેફર અને કેળાંનું વિત્તરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામનાં રાજુભાઈ, પીન્ટુભાઈ, ગોપાલ ભાઈ, તમમ મિત્રો સહિત વડીલો અને ગામના આગેવાનો હાજર રહ્યાં હતાં.