Gujarat

પ્રાચી તીર્થ ના ઘંટીયા ગામે ભારે વરસાદ થી રહેણાંક વિસ્તારો માં ગોઠણ ડૂબ પાણી ભરાયા  પાણી નો નિકાલ ન હોવાથી  રહેવાસી ઓ ને હાલાકી 

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ….
પ્રાચી તીર્થ માં ભારે વરસાદ થી ઘંટીયા પ્રાચી ગામે રહેણાંક વિસ્તાર માં હાલ ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયું હોવા થી ત્યાં રહેતા રહેવાસીઓ ને ભારે મુશ્કેલી ઓ વેઠવી પડે છે પાણી ભરાઈ રહેતા બાળકો ને સ્કૂલે જવા માટે પણ પાણી માંથી પસાર થવું પડે છે
સતત પાણી ભરાયેલુ રહેતા  મચ્છર નો પણ ઉપદ્રવ વધતા મચ્છર જન્ય રોગો પણ વધી રહ્યા છે  જેમાં ત્યાં રહેતા લોકો ,મેલેરિયા, ડેન્ગ્યુ,ટાઈફોડ, વગેરે બીમારી ઓ નો શિકાર બનતા રહે છે જેથી  આ બાબત ને ધ્યાને લઇ વારંવાર રજુઆત પણ કરી હતી છતાં પાણી ના નિકાલ માટે કોઈ પગલાં લેવાતા નથી  તો ત્યાં રહેતા લોકો ને ધ્યાને લઇ યોગ્ય પગલાં લેવા લોક માંગ ઉઠી છે

IMG-20230725-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *