Gujarat

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર

રાજકોટ
હવામાન વિભાગની આગાહી રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાદીપરા ગામે સીમ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા ૧૫ લોકો ફસાયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં લોકોએ જીવ બચાવવા વૃક્ષનો સહારો લીધો છે. વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવતા ૧૫ લોકો ફસાયા છે. લોકોએ આવા ધસમસતા પ્રવાહમાં પીપરના વૃક્ષ ઉપર આશરો લીધો છે. ચારેબાજુ પાણી ફરી વળતા ૧૫ લોકો ફસાયા છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ-અલગ સાત ગામની જમીનો ધોવાઈ ગઈ છે. કરમાળ ડેમના તમામ ૭ દરવાજા ખોલવામાં આવતા ભારે નુક્શાન થયું છે. માંડવા, સરધાર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે કોટડા સાંગાણી તાલુકામાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.કોટડા સાંગાણી પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. કોટડા પંથકના વાદીપરા, પાંચ તલાવડા, જૂની ખોખરી, નવી ખોખરી, નાના માંડવા, માણેકવાડા, રાજગઢ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. શાપર, લોઠડા, રાજપરા, સેમડાં, હડમતાળા, રિબડા સહિતના ગામોમાં ગત મોડીરાતથી જ વરસાદ શરૂ છે. ભારે વરસાદથી કોટડા સાંગાણીથી રાજકોટ તરફ જવાના તમામ માર્ગો બંધ છે. ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીરથી ડેમ ઓવરફ્લો થયો છે.

Page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *