જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ -સાહેલી દ્વારા સ્લમ વિસ્તારના બાળકો/બહેનો નો આરોગ્ય વિશેનો વાર્તાલાપ તથા બાળકો ને ભોજન ક્રરાવાયું
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન અને બોટાદ શહેર અને જીલ્લા માં અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા સલ્મ વિસ્તાર ના બાળકો / બહેનો માટે આરોગ્ય વિષય શુ શુ કાળજી રાખવી તે અંતર્ગત વાર્તાલાપ કરવામાં આવ્યો.
સાથે દાતાશ્રી અને જાયન્ટ્સ સાહેલી સભ્ય સ્વેતાબેન સોનીના આર્થિક સહયોગથી ૧૦૦ થી વધુ બાળકો/ બહેનોને ભરપેટ પાઉંભાજી સાથે ગુલાબજાંબુન નું ભોજન વિતરણ કરવામાં આવ્યુ..
આ અનોખો સુંદર પ્રોજેક્ટને સફળ બનાવવા સાહેલી ગ્રુપના પ્રમુખ હેમલતાબેન દેસાઈ, પૂર્વ પ્રમુખ રેખાબેન ડુંગરાણી, સ્થાપક પ્રમુખ સુજાતાબેન શાહ , સેક્રેટરી સોનલબેન આડેસરા, સ્વેતાબેન સોની વગેરે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવેલ


