વિગતઃ- આ કામના કેદીને ફરીયાદીના ભાઇ સમીર(મરણજનાર)ના પત્નિ સાથે પ્રેમ સંબંધ હોય અને ફરીયાદીના ભાઇ સમીર આડખીલીરૂપ હોય જેથી આરોપીઓને પૂર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂં રચી આ કામે સમીરભાઇ(મરણ)ને તીક્ષ્ણ હથીયારોથી માર-મારી મોત નિપજાવી ખૂન કરી લાશના હાથ, પગ, ઘડ, માથાંથી અલગ અલગ ટુકડા કરી અલગ અલગ જગ્યાએ દાટી દઇ પુરાવાનો નાશ કરી મરણજનાર અનુ.જાતિ ના જાણવાનું હોવા છતાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી એક બીજાએ ગુન્હામા મદદગારી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરેલ હોય જે અંગે ગીર સોમનાથ જીલ્લાના તાલાળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૦ ૦૪૩૨/૨૦૨૦ IPC ક.૩૦૨, ૧૨૦(બી), ૩૪૨, ૨૦૧, ૩૪ એટ્રો.એકટ. ૩(૨)(ખ) તથા જી.પી.એકટ.૧૩૫ મુજબના ગુન્હો રજી. થયેલ હોય અને આ કામે કેદી કાચા કામના કેદી તરીકે જુનાગઢ જીલ્લા જેલમાં કેદ હોય અને નામદાર બીજા.એડી. સેશન્સ કોર્ટ વેરાવળ નાઓના હુકમ અન્વયે કેદીને વચગાળાનાં જામીન રજા પર દિન-૦૩ માટે મુકત કરવા હુકમ થતાં મજકુર કેદીને તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ મુકત કરવામાં આવેલ અને મજકુર કેદી તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ ફરાર થયેલ. જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો
મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય ૨હે તેમજ જાહેર સુલેહ શાંતિ ભંગ ન થાય તે સારૂં રેન્જના જીલ્લાઓમાં પેરોલ ફર્લો રજા પરથી ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા જુનાગઢ જીલ્લા જેલમાથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કાચા કામના કેદીને ધારી મુકામે વીસાવદર રોડ પાસેથી તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડી કેદમા રાખવા સારૂ જુનાગઢ જીલ્લા જેલને સોપવા તજવીજ કરેલ.
*પકડાયેલ ફરાર કેદી:-* *કાચા કામના કેદી એજાજ ઉર્ફે નદીમ ભીખુભાઇ બ્લોચ ઉ.વ.૩૦ રહે. પાણીકોઠા તા. તાલાળા જી.ગીર સોમનાથ રહે.મુળ તરસીંગડા તા. માળીયાહાટીના જી.જુનાગઢ*
*આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-*
(૧) તાલાળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૦૦૪૩૨/૨૦૨૦ IPC ક.૩૦૨, ૧૨૦(બી), ૩૪૨, ૨૦૧, ૩૪ એટ્રો.એકટ. ૩(૨)(ખ) તથા જી.પી.એકટ.૧૩૫
(૨) માળીયા હાટીના પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૩૯/૨૦૧૭ IPC કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૬,૨૨૪,૨૨૫, ૩૩૨, ૩૫૩, ૫૦૪, ૫૦૬(૨) GPACT ૧૩૫ વિ.
(૩) નવા બંદર મરીન પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં ૦૧૩/૨૦૧૬ IPC કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),GPACT ૧૩૫ વિ.
(૪) કોડીનાર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૦૩૩૨/૨૦૧૫ પ્રોહી ક. ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૬૬(૧)બી વિ.
(૫) કોડીનાર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૦૩૪૫/૨૦૧૫ પ્રોહી ક. ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૬૬(૧)બી,૮૧,૯૮,૯૯ વિ.
(૬) ચોરવાડ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૦૪૯/૨૦૧૭ પ્રોહી ક. ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ વિ.
(૭) ચોરવાડ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૦૫૦/૨૦૧૭ પ્રોહી ક. ૬૫(એ)(ઇ),૬૬(બી) વિ.
(૮) જુનાગઢ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૦૨૧/૨૦૧૭ પ્રોહી ક. ૬૫(એ)(ઇ),૬૬(બી),૮૧,૯૮,૯૯ વિ
(૯) તાલાળા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૧૦૭/૨૦૧૮ પ્રોહી ક. ૬૫(ઇ),૮૧ વિ.
(૧૦) જુનાગઢ એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૩૦૨૩૨૧૦૨૦૮/૨૦૨૦ પ્રીઝન એક્ટ કલમ ૪૨,૪૩(૧૨),૪૫(૧૨), IPC કલમ ૧૮૮ વિ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બૈરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


