Gujarat

શ્રી લીખાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગતરોજ શ્રી લીખાળા પ્રા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં દિપ પ્રાગટ્ય વી.બી.પરમાર સાહેબ, લાયઝન મયુરભાઈ દેસાઈ, સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ આંગણવાડીનાં બાળકો તેમજ બાલવાટીકા અને ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોને વી.બી.પરમાર સાહેબ તથા તમામ આગેવાનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો તથા શાળાનાં તેજસ્વી તારલાઓ, નોટબુકનાં અને એમ.ડી.એમ. શેડનાં  દાતાશ્રીને આ તકે શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય શ્રી તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

IMG_20230613_092322.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *