Gujarat

રાણપુર શહેરમાં ગાયત્રી સોસાયટી માં ડોક્ટરના બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ સહીત રૂ. ૮.૭૨ લાખની ચોરી   

ચોરીને મામલે જીલ્લા પોલીસ વડા રાણપુર દોડી આવ્યા,પોલીસ વડા કિશોર બળોલિયા ડો. ધારાબેન ત્રિવેદીના ઘરે પહોચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી, તસ્કરો ને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટી માં ડો.ધરાબેન ત્રિવેદી ના બંધ મકાનમાં તારીખ ૨૯ જુલાઈ ના થયેલ ચોરી ની ઘટના બનેલ છે.જેમાં ધરમાંથી સોનાનો સેટ,ચાર બંગડી,બે બુટ્ટી,ત્રણ સેરવાળો હાર,દામણી,મંગળસુત્ર,સાચા હીરાનો સેટ,નાકની ચુક સહીત રૂપિયા ૩,૬૨,૦૦૦ ના દાગીના તેમજ રોકડા રૂપિયા ૫,૧૦,૦૦૦ સહીત કુલ રૂપિયા ૮,૭૨,૦૦૦ ની ચોરી થયાની ફરીયાદ ડો.ધરાબેન ત્રિવેદી એ રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ છે.આ ચોરી ને પગલે જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા રાણપુર દોડી આવ્યા હતા.સોના ના દાગીના રોકડ રકમ ની થયેલ ચોરી ને લઈને જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા,ડી.વાય.એસ.પી-મહર્ષિ રાવલ,એલ.સી.બી.પી.આઈ-ટી.એસ.રીઝવી,પી.એસ.આઈ-એસ.બી.સોલંકી સહીત મસમોટો પોલીસ કાફલો જીલ્લા પોલીસ વડા તેમજ ડોગ સ્કોર્ડ સાથે તપાસ માં જોડાયા હતા.રાણપુરના ડો. ધારાબેન ત્રિવેદીના ઘરે ૨૯ જુલાઈ ની રાત્રે રૂપિયા ૮,૭૨,૦૦૦ લાખની થઈ હતી ડો.ધરાબેન ત્રિવેદી એ રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા આ ચોરી ની ઘટના ને પગલે
જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા ડો. ધારાબેન ત્રિવેદીના ઘરે પહોચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230801-204625.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *