Maharashtra

‘ગોલમાલ’ એક્ટર હરીશ મેગનનું નિધન થયું

મુંબઈ
મનોરંજનની દુનિયામાં ૭૦ અને ૮૦ના દાયકામાં જાેવા મળેલા કલાકાર હરીશ મેગનનું ૭૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. અમિતાભ બચ્ચન સાથે ‘નમક હલાલ’માં જાેવા મળેલા હરીશના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે. ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (ઝ્રૈંદ્ગ્‌છછ) તરફથી તેમના નિધન પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, તેમનું નિધન ૧ જુલાઇએ મુંબઇમાં થયું હતું. ફિલ્મ ઈતિહાસકાર પ્રવીણ ઝાએ પણ સોશિયલ મીડિયા દ્વારા હરીશ મેગનને યાદ કર્યા છે.તેમણે લખ્યું છે કે, “હરીશ મેગનને હિન્દી સિનેમામાં તેમના સુંદર કેમિયો માટે યાદ કરવામાં આવશે, તે હ્લ્‌ૈંૈં ગ્રેજ્યુએટ હતા અને ગુલઝારના આસિસ્ટન્ટ મેરાજના નજીકના મિત્ર હતા. આ કારણે તેને ફિલ્મ ‘આંધી’ના ગીતમાં બ્રેક મળ્યો અને તે કેમેરાની સામે આવી ગયા. હરીશે ગોલમાન અને શહેંશાહ જેવી ફિલ્મો દ્વારા બોલિવૂડમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. હરીશના પરિવારમાં પત્ની, દીકરો સિદ્ધાર્થ અને દીકરી આરુષિ છે. હરીશની મોતનું કારણ સામે નથી આવ્યુ. પ્રાપ્ત માહિતી અનુસાર, લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર હરીશ મુંબઇમાં એક એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા. હરીશના નિધનની જાણકારી ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને ટિ્‌વટર દ્વારા શેર કરી છે. હરીશ ૧૯૮૮થી આ એસોસિએશન સાથે જાેડાયેલા હતા. હરીશનો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ થયો હતો. તેમણે એફટીઆઇઆઇથી એક્ટિંગનું શિક્ષણ લીધું હતું અને તેઓ ૧૯૭૪ બેચના સ્ટુડન્ટ હતા. ચુપકે ચુપકે, મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં જાેવા મળેલા હરીશ છેલ્લે ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘ઉફ્ફ યે મોહબ્બત’માં જાેવા મળ્યા હતાં. હરીશ મેગનના નિધન પર તમામ સેલેબ્સ અને ફેન્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *