પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘જ્ઞાન સહાયક યોજના’નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં ‘પ્રવાસી શિક્ષક યોજના’ ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં છે.
મંત્રીએ કહ્યું હતું કે, સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકી નહીં તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા ‘પ્રવાસી શિક્ષક યોજના’ને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
