બોડેલી ખાતે આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં તા.08/07/2023ને શનિવારના રોજ શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં *Investiture ceremony* નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રિન્સીપાલ હિતેશ પરમાર અને કે.જી વિભાગના કોર્ડીનેટર સ્મિતા સેન ઉપસ્થિત રહ્યાં હતા. આ Investiture ceremony માં જે વિધાર્થીઓ શાળા પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા હેડ બોય, હેડ ગર્લ , સ્પોર્ટ્સ કેપ્ટન બોય એન્ડ ગર્લ તેમજ ચારેય હાઉસ જેવા કે અગ્નિ,આકાશ, ત્રિશુલ અને પૃથ્વી ના હાઉસ પ્રીફેક્ટ ને બેચ અને સેસ પહેરાવી સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી. ગુજરાતી માધ્યમને રેખાબેન રાઠવા તથા અંગ્રેજી માધ્યમને નીતા લાલાએ વિજેતા વિદ્યાર્થીઓને વિધિવત પ્રતિજ્ઞા લેવડાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને શિક્ષક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આમ ,શાળામાં Investiture ceremony ની ઉજવણી ખૂબ આનંદ અને ઉત્સાહ થી ઉજવવામાં આવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર