Gujarat

GT VS RR : IPL 2023ની ૨૩મી મેચમાં ગુજરાત ટાઈટન્સનો પરાજય, રાજસ્થાન રોયલ્સનો વિજય

અમદાવાદ
ૈંઁન્ ૨૦૨૩ની ૨૩મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાયા હતા. આ મેચમાં રાજસ્થાન રોયલ્સનો શાનદાર વિજય થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ રોમાંચક મેચમાં બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો. જેમાં આખરે સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ટીમ ગુજરાત ટાઇટન્સને ભારે પડી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવીને આ સિઝનની ચોથી સફળતા મેળવી હતી. કેપ્ટન સંજુ સેમસન (૬૦) અને મિડલ ઓર્ડર બેટ્‌સમેન શિમરોન હેટમાયરે (૫૬*) ટીમ માટે લડાયક અર્ધસદી રમી હતી. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાત ટાઈટન્સ અગાઉ એક મેચમાં કોલકાતા સામે રીંકું સિંઘના છેલ્લી ઓવરમાં પાંચ છગ્ગા લાગવાથી હારી હતી. અને હવે આ ટુર્નામેન્ટમાં તેનો બીજાે પરાજય છે. ૈંઁન્ના ઈતિહાસમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ હતી. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમે ત્રણેય મેચ જીતી લીધી હતી. આ પહેલી વખત આઈપીએલમાં રાજસ્થાને ગુજરાત સામે વિજય મેળવ્યો છે. ૈંઁન્ ૨૦૨૨ માં ગત સિઝનની ફાઈનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમ રાજસ્થાનને હરાવીને ચેમ્પિયન બની હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *