Gujarat

guj

ટીવી એક્ટર સચિન શ્રોફે 50 વર્ષની ઉંમરમાં 25 ફેબ્રુઆરીના રોજ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સચિન શ્રોફના પરિવાર ઉપરાંત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તથા ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’ની સ્ટાર-કાસ્ટ હાજર રહી હતી. શનિવાર સાંજે લગ્ન કર્યાસચિને ચાંદની સાથે શનિવાર (25 ફેબ્રુઆરી)ની સાંજે ફેરા ફર્યા હતા. આ લગ્નમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પત્ની જયમાલા સાથે આવ્યા હતા. આ ઉપરાંત પલક સિધવાની (સોનુ), મુનમુન દત્તા (બબીતા), અંબિકા રજનકર (મિસિસ હાથી), સુનૈના ફોજદાર (અંજલિભાભી), નિર્મલ સોની (ડૉ.હાથી), અઝહર શેખ (પીકુ), મંદાર ચાંદવાડકર (આત્મારામ ભીડે), જેનિફર મિસ્ત્રી (મિસિસ સોઢી), નિતિશ ભલુની (ટપુ) જોવા મળ્યા હતા. આ ઉપરાંત ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’ની સ્ટાર કાસ્ટ પણ હતી. સો.મીડિયામાં સચિન શ્રોફના લગ્નની તસવીરો વાઇરલ થઈ છે.

ઉમંગરાવલ ;-6353933736

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *