Gujarat

ગુજરાત ATSની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી

રાજકોટ
રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના આતંકી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા આતંકવાદીઓને લઇને તપાસ તેજ થઇ છે. વધુ તપાસ માટે ગુજરાત છ્‌જીની ટીમે પશ્ચિમ બંગાળમાં ધામા નાખ્યા છે. તો રાજકોટમાં પણ છ્‌જીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલકાયદાની વિચારધારાથી પ્રભાવિત આ આતંકીઓ હથિયારો પણ ખરીદવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. તો વધુમાં માહિતી મળી છે કે આ આતંકીઓ પશ્ચિમ બંગાળના યુવકોને કટ્ટરવાદ તરફ દોરતા હતા. હાલમાં ગુજરાત છ્‌જીની ટીમ દ્વારા આતંકીઓના સંપર્કમાં રહેલા પરિવારોના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આતંકીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યુ છે. મહત્વનું છે કે ગુજરાત છ્‌જીએ રાજકોટમાંથી ત્રણ દિવસ પહેલા ઝડપી પાડેલા આતંકીઓની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આંતકીઓના ટાર્ગેટ પર ગુજરાતમાં આગામી સમયમાં આવનાર જન્માષ્ટમી તહેવાર હતો. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે, લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આ જ તકનો લાભ ઉઠાવી આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું. જાે કે આ કાવતરાને ગુજરાત છ્‌જીએ નિષ્ફળ બનાવી લીધું છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *