નવીદિલ્હી
ગુજરાત ગેસ લિમિટેડ કંપનીએ ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૩૮.૪૩ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (જષ્ઠદ્બ)થી વધીને રૂ. ૪૦.૮૩ પ્રતિ જષ્ઠદ્બ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, સ્પોટ લિક્વિફાઈડ નેચરલ ગેસ (ન્દ્ગય્)ના ઊંચા ભાવને કારણે કિંમતોમાં વધારો થયો છે. એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા ૨૦ ઓગસ્ટના રોજ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. નવી કિંમતો ૨૧ ઓગસ્ટથી લાગુ થશે. સતત પાંચ વાર ભાવ ઘટાડા બાદ ગુજરાત ગેસે હવે ૨૦૨૩માં ભાવ વધાર્યા છે. વર્ષની શરૂઆતમાં ઔદ્યોગિક ગેસના દર રૂ. ૪૭.૯૩/જષ્ઠદ્બ હતા. ગુજરાત ગેસે ૨૦૨૩માં પાંચમી વખત કિંમતમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં કિંમત ઘટીને રૂ. ૩૮.૪૩ પ્રતિ સેમી થઈ ગઈ હતી. ગુજરાત ગેસે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૪૩.૪ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જે રૂ. ૨૧૬ કરોડ થયો છે. કંપનીએ ઊ૧હ્લરૂ૨૪માં રૂ. ૪૧૨.૭૧ કરોડનો ઈમ્ૈં્ડ્ઢછ નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૬૨૬.૩૯ કરોડ હતો. ગુજરાત ગેસે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે તેનું કુલ ગેસ વેચાણ વોલ્યુમ ૯.૨૨ દ્બદ્બજષ્ઠદ્બઙ્ઘ (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ) હતું, જે અગાઉના ક્વાર્ટરમાં ૮.૮૬ દ્બદ્બજષ્ઠદ્બઙ્ઘ હતું. ઔદ્યોગિક વોલ્યુમ અગાઉના ક્વાર્ટર (ઊ૪હ્લરૂ૨૩) કરતાં ૧૦ ટકા વધીને ૫.૮૮ દ્બદ્બજષ્ઠદ્બઙ્ઘ પર પહોંચી ગયું છે. ૧૮ ઓગસ્ટના રોજ દ્ગજીઈ પર ગુજરાત ગેસનો શેર ૦.૩૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૫૨.૫૫ પર બંધ થયો હતો. ગુજરાત ગેસે (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ય્ટ્ઠજ ન્ંઙ્ઘ)ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૩૬૯.૨ કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જાેકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ ૩૩૩ ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તે રૂ. ૩૧૮૬૨ કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. ૫૨ સપ્તાહનો સૌથી વધુ રૂ.૫૮૪ અને સૌથી ઓછો રૂ.૪૦૩ છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ ૯ ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર ૯૦ ટકા છે.


