ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવણરમાં પલ્ટો આવ્યા બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળતુ હતું. અને અસહ્ય
ગરમીના ઉકળાટ બાદ મોડી રાત્રીના સમયે વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. જે વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો. જ્યારે
દિવસ દરમ્યાન અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટા વરસ્યા હતા. જેથી રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. તાલુકાના સામતેર,
કાણકબરડા, ગરાળ, રામેશ્વર, સનખડા, ગાંગડા, ઉંટવાળા, ખત્રીવાળા, ધોકડવા, જશાધાર, ગીરગઢડા, જરગલી, કંસારી, વાવરડા,
સહીતના આજુબાજુના ગામોમાં અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે અનેક ગામોમાં રસ્તા પર
પાણીના ખાબોચ્યા ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડેલ હતો. હાલ વરસાદથી સમગ્ર પંથકમાં ગરમીના
ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગયેલ હતી.


