દ્વારકા
ગુજરાતના દરિયાકાંઠે બિપરજાેય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. મોડી રાત્રે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બિપોરજાેય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓનું વહીવટીતંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને વિવિધ જિલ્લામાં જવા આદેશ આપ્યા હતા. જેના પગલે મંત્રીઓ વિવિધ જિલ્લામાં પહોંચ્યા છે. તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દેવભૂમિદ્વારકા જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે લોકોને વાવાઝોડા દરમિયાન સાવચિત રાખવા અપિલ કરી હતી તેમજ વહીવટી તંત્રની સૂચનાનું લોકો પાલન કરવા અનુરોધ કર્યો હતો. બિપોરજાેય વાવાઝોડાને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક બની છે. મોડી રાત્રે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ૪૧૦૦માંથી ૧૧૦૦ પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું છે. આજે બાકીના તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમજ ૧૩૮ જેટલી સગર્ભા મહિલાઓ માટે હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વાવાઝોડું આવે ત્યારે એકસાથે ૩૦થી ૪૦ લોકો એક જ નંબર પર કોલ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સસ્તા અનાજની સરકારની દુકાનોમાં પર્યાપ્ત સામગ્રી પહોંચાડવામાં આવી છે. હર્ષ સંઘવીએ લોકોને દ્વારકાનો પ્રવાસ ટાળવા પણ અપીલ કરી છે. તેમજ ફોટા પાડવા અને સ્થિતિ જાણવા દરિયાકિનારે ન જવા લોકોને અપીલ કરી છે.


