Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, સુત્રાપાડામાં ૬ ઈંચ

ગીર સોમનાથ
હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કોડિનાર અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડમાં છેલ્લા ૨ કલાક ૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી જ સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે દિવસ દરમિયાન ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *