જુનાગઢ
જૂનાગઢમાં વરસાદી પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂરના પાણીમાં અનેક ગાડીઓ તણાઈને ક્યાંની ક્યા પહોંચી ગઈ છે. તો પાણીના પ્રવાહમાં તણાઈને આવેલી કારો પડીકું વળી ગઈ છે. સ્થાનિક લોકોએ કહ્યું, ૪૦ વર્ષ પહેલા આવો વરસાદ આવ્યો હતો. ૪૦ વર્ષ પહેલાં આવી નુકસાની જાેવા મળી નહોતી. આ વરસાદમાં વાહનો અને પશુઓ બધુ જ તણાયુ છે.


