Gujarat

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેર સહિત ડુંગર, માંડળ, કુંભારિયા, દેવકામાં સાવર્ત્રિક મેઘ મહેર થઈ છે. છતરીયા, હિંડોરણા, ભેરાઈ, રામપરામાં પણ સારો વરસાદ વરસ્યો છે. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રાજુલા શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે અને મેઘરાજાની તોફાની બેટિંગ સાથે વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં સાવર્ત્રિક વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી ભરાઈ ગયા છે. સમઢિયાળા ગામમાં મોડી રાતથી સવાર સુધીમાં ૪ ઈંચ વરસાદ ખાબકી જતા કોઝવે પર ચાર-ચાર ફુટ સુધી પાણી ભરાયા છે. જેના કારણે સમઢિયાળાથી નીલવડા ગામ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. પાનસડા ગામની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. બાબરાની કાળુભાર નદીમાં સતત બીજા દિવસે ઘોડાપૂર આવ્યુ હતુ. પાણીના ધસમસતા પ્રવાહને કારણે કાંઠા વિસ્તારમાં પાર્ક કરેલી લારીઓ તણાઈ ગઈ હતી. આ તરફ નદીના પાણી બાબરા ગામના મંદિરોમાં પણ ઘુસી ગયા હતા. ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. જેથી જનજીવનને ભારે અસર થઈ છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *