બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ હેત વિદ્યાલય શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૌ પ્રથમ સર્વે ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ,ગુરુ આરતી, ગુરુવેં નમઃ, જેવા ગીતો પર નાના નાના ભૂલકાઓ એ ડાન્સ કર્યો હતો,નાટકો, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક મીત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી. શાળાના સંચાલકો દ્વારા તમામ શિક્ષક મીત્રોની મેહનત ને બિરદાવવામાં આવી હતી. સંચાલક ચિરાગ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


