સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના સભ્ય ખુશ્બુબેન દ્વારા તેમના પુત્ર કૃષ્ણમ ના જન્મદિવસ નિમિત્તે મોતીપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ, દેશી હિસાબ તેમજ ભણતરને લગતી સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી ખુશ્બુબેન અને તેમના પુત્ર દ્વારા કીટ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય રશ્મિબેન પટેલ તથા સ્ટાફ મિત્રોએ સારો સાથ સહકાર આપ્યો હતો.જેમાં જાયન્ટ્સ સહિયર ગ્રુપના પ્રમુખ ડો. રીટાબેન જોશી, ઉપપ્રમુખ સોનલબેન મહેતા, દીનાબેન ભટ્ટ, મંત્રી ફાલ્ગુનીબેન ઉપાધ્યાય, આંતરિક ઓડિટર રાજશ્રીબા રહેવર, ખજાનચી દર્શનાબેન પટેલ, દાતાશ્રી ખુશ્બુબેન,અમીબેન જોશી, જીજ્ઞાબેન, રાનુબેન, ભાવિની બેન, કિંજલબેન, રાજેશ્વરી બેન સહિત અન્ય સહિયર બહેનોએ ખૂબ ઉત્સાહથી અને ઉમળકાભેર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આ સેવાકીય પ્રવૃતિમાં ભાગ લઈ પોતાનો બહુ મૂલ્ય સમય ફાળવી યોગદાન આપ્યુ હતું.
.ઉમંગરાવલ સાબરકાંઠા


