મ્હે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતું, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ, જે એન પરમાર સાહેબ ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ ટીમ દ્વારા હિંડોરણા ગામે ક્રિષ્નાપાર્ક સોસાયટી માંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત ઇસોને રોકડા રૂ.૧૪,૪૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત- તા.રાજુલા જી.અમરેલી
(૧) દિપકભાઇ કાળુભાઇ સોલંકી ઉ.વ.૨૭ રહે.હીડોરણા ક્રીષ્નાપાર્ક સોસાયટી
(૨) શામજીભાઇ ભગવાનભાઇ ગુજરીયા ઉ.વ.૩૦ રહે.રાજુલા પાણીના ટાકાંપાસે તા.રાજુલા જી. અમરેલી
(૩) મનોજભાઇ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ રહે રાજુલા તત્વજયોતી તા.રાજુલા જી.અમરેલી
(૪) મહેશભાઇ મધુભાઇ સોલંકી ઉ.વ.૩૦ રહે,જાપોદર પુલ પાસે તા.રાજુલા જી.અમરેલી
(૫) કીશનભાઇ મધુભાઇ ચીખલીયા ઉ.વ.૫૦ રહે.હીડોરણા ગોશાળા પાસે તા.રાજુલા જી.અમરેલી
(૬) રાહુલભાઇ મધુભાઇ સોલંકી ઉ.વ.૧૮ રહે.જાપોદર પુલ પાસે તા.રાજુલા જી.અમરેલી
(૭) હિંમતભાઇ ચંદુભાઇ રાઠોડ ઉ.વ.૨૪ રહે.રાજુલા પાણીના ટાંકા પાસે તા.રાજુલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૪,૪૩૦/- (૨) ગંજીપતાના પાના નંગ પર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ. જે.એન.પરમાર સાહેબ તથા હિંડોરણા બીટના હેડ કોન્સ. અનોપસિંહ સોલંકી તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રોહીતભાઇ પરમાર તથા પો.કોન્સ. ધર્મેશભાઇ ચારોલા તથા પો.કોન્સ. સંજયભાઇ ચાવડા વિદ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


