બીજા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જુનાગઢ રીફર કરાયા..
ઉનાના કેસરિયા ગામની શાકમાર્કેટ પાસેથી બે યુવાનો પગપાળા જતા હતા. ત્યારે દીવ તરફથી આવતા અજાણ્યા કાર ચાલકે બે
યુવાનોને પાછળથી હડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ કમકમાંટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા
પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવેલ છે. આ અકસ્માતની ઘટનાને પગલે
મૃતક યુવાનના ભાઈએ ઉના પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ
છે..
જુનાગઢ રહેતાં દિલીપ ગાવડીયા તેમજ નરેશ કચરા એદરિયા આ બંને યુવાનો ડબા પેટી ની ફેરી કરી પોતાનું પરિવારનું ગુજરાન
ચલાવતા હોય આ બંને યુવાનો કેસરિયા ગામે થી કોડીનાર તરફ રસ્તા પર પગપાળા જતા હતા. ત્યારે કેસરીયા શાકમાર્કેટ પાસે
પહોચતા દીવ તરફથી આવતા અજાણ્યા કાર ચાલકે આ બંને યુવાનોને પાછળથી હડફેટે લેતા દિલીપભાઈને માથાના ભાગે ગંભીર ઇજા
પહોંચતા તેમનું ઘટના સ્થળેજ મોત નિપજયું હતુ. જ્યારે તેમની સાથે રહેલા નરેશભાઈ કચરાને પણ માથાના ભાગે ગંભીર ઈજા
પહોંચતા લોહીલુહાણ હાલતમાં રસ્તા ઉપર ઢળી પડ્યા હતા. આ અકસ્માત સર્જાતા આજુબાજુમાં રહેતા લોકો તેમજ રસ્તા પરથી
પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા. અને ઇમરજન્સી 108 ની જાણકારી કરતા ઘટના સ્થળે થી ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ ઉના
સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવેલ. ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે. કાર ચાલક
અકસ્માત સર્જી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે કોડીનાર રહેતા મૃતકના ભાઈ રાજેશભાઈ મોહનભાઈ ગામડિયાએ ઉના
પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા પોલીસે આગળની વધુ
તપાસ હાથ ધરેલ હતી….


