દેશમાં15 ઓગસ્ટના રોજ77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીના આહ્વાન પર આખા દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ક્યાં આમ ક્યાં ખાસ…હર ઘર તિરંગા અભિયાન, જે પૂરજોશમાં દેશભરમાં જોર શોરથી ચાલી રહ્યું છે.
આ ક્રમમાં દેશના યશસ્વી ગૃહમંત્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન’માં ભાગ લીધો હતો અને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન તેમના પત્ની સોનલ શાહ પણ હાજર રહ્યા હતા.
ગૃહમંત્રી શાહે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ પણ તેમના ઘરે તિરંગો ફરકાવે અને તેમની સેલ્ફી harghartiranga.com પર અપલોડ કરે તેવો અનુરોધ કર્યો હતો. શાહે તમામ દેશવાસીઓ અને સાથી નાગરીકોને તેમના હર ઘર તિરંગા અંતર્ગત અભિયાન માટે પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેમણે ભારતની એકતા અને ભાઈચારાની ભાવના સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગો ફરકાવ્યો હતો. ગૃહમંત્રીએ ટ્વીટ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા બદલ મળેલું પ્રશંસા પ્રમાણપત્ર પણ શેર કર્યું હતું.


