અમદાવાદ
આજે રથયાત્રાને લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ શ્રદ્ધાળુઓને વ્યવસ્થામાં સહયોગ આપવાની અપીલ કરી હતી. રથયાત્રા સમયસર મંદિરે પહોંચતે માટે વ્યવસ્થાના જળવાઈ રહે તે માટે અપીલ કરી છે. તેમજ ગુજરાતવાસીઓને અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી છે. તો બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને આજે પહિંદવિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને અષાઢી બીજની શુભકામના પાઠવી છે.આ ઉપરાંત કચ્છી લોકોના નવા વર્ષ નિમિત્તે દેશ અને દુનિયામાં વસતા કચ્છી બંધુઓને શુભેચ્છા પાઠવી છે. તેમજ દરવર્ષની જેમા આ વર્ષે પણ ગુજરાતમાં સુખ-શાંતિ, સમૃદ્ધી અને સદભાવના રહે તેવી ભગવાના જગન્નાથને પ્રાર્થના કરી છે. આજે આ શુભ પ્રસંગે પહિંદ વિધિમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે.
