Gujarat

સૌથી મોટો તેનજીંગ નોર્ગે એવોર્ડથી 2013માં સન્માનિત થયા  

ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળની The National Institute of Mountaineering and Adventure Sports (NIMAS)  દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને G20 અંતર્ગત હર શિખર તિરંગા મિશન” ભારતના દરેક રાજ્યના ઉચ્ચતમ શિખર પર તિરંગો ફરકાવી દેશના વીરોને યાદ કરવાના આ મિશનમાં 10 August 2023ના રોજ વહેલી સવારે 5.00 વાગ્યે NIMASના ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલ તથા તેમની ટીમ સાથે સ્થાનિક પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના માનદ ઈન્સ્ટ્રક્ટરો તથા રાજ્યના પર્વતારોહી ભાઈઓ અને બહેનો ભવનાથ ખાતેથી  જોડાયા હતા અને વહેલી સવારે ગિરનારના ઉચ્ચ ગોરખનાથ શિખર પર તિરંગો લહેરાવી તિરંગાની શાન વધારી હતી.

તેમજ 8 ગુજરાત એન સી સી બટાલિયનબીલખા રોડજૂનાગઢ ખાતે તા.10 ઓગષ્ટ 2023ના બપોરે 1 વાગ્યે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એનસીસી ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. NIMASના ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલ તથા તેમની ટીમનું 8 ગુજરાત એનસીસી બટાલિયન જૂનાગઢના સુબેદાર બિપીન કલિટ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઈન્ચાર્જ ઈન્સ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ રાઠોડ અને પર્વતારોણ કેન્દ્રના માનદ ઈન્સ્ટ્રક્ટરો અને આદર્શ સ્કૂલ ધોરાજી દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નિતાબેન ડી વાળાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 76માં સ્વતંત્ર દિન ઉજવણી પ્રસંગે અમૃત કાલ ના ‘ પંચ પ્રણ‘ પ્રતિજ્ઞા સૌ એ લીધી હતી.

NIMASના ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલ એ સંબોધતા કહ્યું હતું કેઆપના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન એવા “મારી માટી મારો દેશમાટી ને નમન વીરો ને વંદન” થી રાષ્ટ્રની એકતા અખંડિતતા માટે જે શરૂઆત કરવામાં આવીતેને આગળ વધારવાની સાથે “હર શિખર તિરંગા”ના મિશનથી રાજ્યના ઉચ્ચતમ શિખરને માન સન્માનથી સર કરવું જોઈએ અને જીવનમાં કોઈ બાબત નાનીના સમજતા બહુ ઉપયોગી સમજી દેશ સેવા માટે કામ કરવા અપીલ કરી હતી. આ સન્માન કાર્યક્રમનું સંચાલન હારુન વિહળ એ કર્યું હતું.

NIMASના ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલના નેતૃત્વમાં દેશમાં ક્યારેયના થયું હોય એવા મિશન હર શિખર તિરંગાનું આયોજન થયેલ છે. તેઓ વિશિષ્ટ સેવા મેડલથી બે વાર સન્માનિત થયેલ છેતેમજ પહેલા આર્મી ઓફિસર છે કે જેઓ એ 7 ખંડના ઉચ્ચ શિખરો સર કરેલ છે તેમજ વિશ્વનું ઊંચું શિખર એવરેસ્ટને 3 વાર સર કરેલ છે. તેમજ દેશનો સાહસ ક્ષેત્રનો સૌથી મોટો તેનજીંગ નોર્ગે એવોર્ડ થી 2013માં સન્માનિત થયેલ છે.

gorkhanath-parvat-tirnaga-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *