‘‘મેરી મિટ્ટી, મેરા દેશ’’ કાર્યક્ર્મની ઉજવણી સમગ્ર જામનગર જિલ્લામાં હાલ ચાલી રહી છે. આ
કાર્યક્ર્મના પ્રથમ દિવસે તા.૦૯-૦૮-૨૦૨૩ નાં રોજ જામનગર જિલ્લાનાં જામનગર તાલુકામાં ૮૫, કાલાવડ તાલુકામાં ૫૫,
લાલપુર તાલુકામાં ૪૨, ધ્રોલ તાલુકામાં ૨૪, અને જોડીયા તાલુકામાં ૨૪ મળી કુલ ૨૬૫ ગામોમાં આ કાર્યક્રમની ઉત્સાહભેર
ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાનાં નાગરીકોએ સ્વયંભૂ સહભાગી થઈ રાષ્ટ્રભાવના સાથે કાર્યક્રમની ઉજવણી કરી
હતી.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email-informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭
www.gujaratinformation.net
તા.૧૦-૦૮-૨૦૨૩ સમાચાર યાદી : ૭૩૬
‘‘મેરી મિટ્ટી, મેરા દેશ’’ અભિયાન અંતર્ગત ગામે ગામ શિલાફલકમનું સમર્પણ, સેલ્ફી સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન
અમૃતવાટીકા, વીરો કો વંદન, ખાસ ગ્રામસભા, રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તાલુકા કક્ષાનાં
અધિકારી-કર્મચારીશ્રીઓ, સ્થાનિક જિ.પં., તા.પં. તથા ગ્રા.પં.નાં ચૂંટાયેલ તથા ભૂતપુર્વ પદાધિકારીશ્રીઓ, ગામના આગેવાનો,
ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા ગ્રામ્ય કક્ષાનાં કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. આ કાર્યક્રમો પૈકી
શીલાફલકમ સમર્પણનાં કાર્યક્રમમાં નકકી થયેલ ડીઝાઈન મુજબની તકતી તથા સ્મારકનું અનાવરણ કરી સ્વતંત્રતા સંગ્રામમાં
શહીદ થયેલ ક્રાંતિકારીઓની શહાદતને પુષ્પાંજલી અર્પી સૌએ નમન કર્યા હતા. વસુધાવંદન કાર્યક્રમમાં વન વિભાગ મારફત
ફાળવવામાં આવેલ ૭૫ વૃક્ષોનું વાવેતર કરી ધરતી માતાનું પુજન અર્ચન કરી હાથમાં માટી તથા માટીનાં દીવડા લઇ પંચપ્રણ
પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગામનાં વીરો કે જે કેન્દ્ર તથા રાજય સરકારનાં સંરક્ષણ ક્ષેત્રે સંકળાયેલ હોય કે નિવૃત થયેલ હોય
તેઓનું તથા તેમનાં પરીવારનું શાલ,પ્રમાણપત્ર તથા પુષ્પ અને પડો આપી અભિવાદન કરી તેઓની ફરજ તથા તેમનાં કાર્યને
બિરદાવવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું.
કાર્યક્રમ અંતર્ગત આયોજિત ખાસ ગ્રામસભામાં જિલ્લા કક્ષાએથી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમના અંતે સામુહીક
રાષ્ટ્રગાન કરી દેશનાં રાષ્ટ્રીય ધ્વજને સમ્માન સાથે સલામી આપવામાં આવી હતી.
