Delhi

રિતિક રોશનની બહેન પશ્મિના રોશન ડેબ્યુ માટે તૈયાર, ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ કરશે

નવીદિલ્હી
રિતિક રોશનની કઝિન પશ્મિના રોશન ફિલ્મોમાં ડેબ્યુ માટે તૈયાર છે. પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ફેનબેઝ વધારનારી પશ્મિનાને પહેલી ફિલ્મથી જ મોટા બેનર અને સ્ટાર્સનો સાથ મળ્યો છે. રિપોર્ટ્‌સ મુજબ, ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મથી પશ્મિના બોલિવૂડમાં ડેબ્યુ કરશે. ફિલ્મની વધારે વિગતો હજુ જાહેર થઈ નથી, પરંતુ બોલિવૂડમાં વધુ એક જાેડી બની રહી છે. રોહિત સરાફ, જિબરાન ખાન અને નાલિયા ગરેવાલ પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલ કરશે. ૨૦૦૩માં ‘ઈશ્ક વિશ્ક’ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમાં શાહિદ કપૂર અને અમૃતા રાવના લીડ રોલ હતા. ૨૦૨૨માં ફિલ્મની સીક્વલ જાહેર થઈ હતી. હવે આ ઓરિજિનલ કાસ્ટને રીપ્લેસ કરી ટાઈગર-પશ્મિના સાથે સીક્વલ બનાવવાનું આયોજન થયું છે. પશ્મિના માટે આ પહેલી ફિલ્મ છે, જ્યારે રિતિક રોશન બોલિવૂડના સૌથી વધુ વ્યસ્ત સિતારામાં સ્થાન પામે છે. બાગી ૪, રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈન, અક્ષય કુમાર સાથે બડે મિયાં છોટે મિયાં, ક્રિતિ સેનન સાથે ગણપતમાં પણ રિતિકના લીડ રોલ છે. આ તમામ બિગ બજેટ ફિલ્મોના કારણે ટાઈગરની સ્ટાર વેલ્યુ ઊંચકાઈ છે. બીજી બાજુ પશ્મિના નવો ચહેરો છે, પરંતુ ટાઈગરના કારણે આ ફિલ્મને અને નવી જાેડીને ઓડિયન્સ પસંદ કરી શકે છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *