બિપોરજોય વાવાઝોડા ના કારણે સરકાર દ્રારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર માં કુદરતી આફત ના કારણે જાન,માલ ને નહિવત નુકશાની થાય તે માટે સમગ્રતંત્ર સાબદુ થઇ ગયેલ છે.
કાચા, છાપરાવાળા અને નીચાણ વાળા વિસ્તારના મકાનોમાં વસવાટ કરતા લોકોનુ સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવા ની કાર્યવાહી વાવાઝોડાના સંભવીત અસરગ્રસ્ત એવા તમામ ગામે ચાલુ છે.
જોડિયા ગામે પણ અંદાજીત 300થી પણ વધુ લોકોને સ્થળાંતર કરવાની જરુરિયાત જણાય છે .
આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનિયારા, ડેપ્યુટી કલેકટર શ્રી ગ્રીષ્માબેન રાઠવા, મામલતદાર શ્રી ડાભી, તાલુકા વિકાસ અધિકારી શ્રી માધુરીબેન પટેલ, જોડિયા ગ્રામ પંચાયત ના વહીવટદાર શ્રી ગઢીયા, તલાટીમંત્રી કિંજલબેન તથા તલાટીમંત્રી લીંબાસીયા અને શ્રી શેઠ શ્રી કા.જી.સ્ત્રી હુન્નરશાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઇ વર્મા સાથે હુન્નરશાળામાં રુબરુ મીંટીગ નુ આયોજન કરી સ્થળાંતરિત લોકોના ભોજન માટેની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવા જણાવતા સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વર્ષોની પરંપરા મુજબ જોડિયા ગામે આવેલ કુદરતી આફતના સમયે ફ્રી જમવાની વ્યવસ્થા કરવાની તત્પરતા બતાવી છે……………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………………


