Gujarat

IAS લાંગા સામેના ભ્રષ્ટાચારના કેસની SITની ૬ સભ્યની ટીમ તપાસ કરશે

ગાંધીનગર
પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામેના ભ્રષ્ટાચાર કેસની તપાસ માટે જીૈં્‌ની રચના કરાઇ છે. ગાંધીનગર જીઁ તરૂણ દુગ્ગલના વડપણ હેઠળ ૬ સભ્યોની ટીમ બનાવાઈ છે. કેસની સંપૂર્ણ તપાસ હેડક્વાર્ટર ડ્ઢરૂજીઁ અમી પટેલને સોંપાઇ છે. તથા ગાંધીનગર પોલીસના ૪ ઁૈં પણ આ ટીમમાં સભ્ય તરીકે કાર્યરત રહેશે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સાથે અન્યની સંડોવણીની છે કે નહીં તે અંગે તપાસ કરાશે. મહત્વપૂર્ણ છે કે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ગાંધીનગરના કલેક્ટર તરીકે એસ.કે. લાંગાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે. ગાંધીનગરના સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત કલેકટર લાંગા ઉપરાંત તત્કાલીન ચીટનીસ અને ઇછઝ્ર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાંગાએ તેની નિવૃત્તિ બાદ પણ બેક ડેટમાં ર્નિણયો લીધા. તેમના પર પેથાપુરની ૩૦૪૩૧ ચો.મી. સરકારી જગ્યા ખાનગી ઠેરવી હતી. લાંગાએ બાવળા પાસે ભાગીદારીમાં રાઈસ મિલ શરૂ કરી હોવાના દસ્તાવેજાે પણ મળ્યા છે.લાંગાએ બોપલ-શેલામાં સ્કાઇ સિટીમાં બંગલો અને ૪ દુકાન તેમજ સાણંદમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાના પણ પુરાવાઓ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *