Delhi

કોઈ દેશ આ ખાલિસ્તાનીઓને આશ્રય આપશે તો બન્ને દેશના સંબંધો પર પડશે ઃ ડૉ. એસ જયશંકર

દિલ્હી
ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. આનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં ૮મી જુલાઈએ ખાલિસ્તાની રેલી કાઢવાની પણ વાત છે. જાેખમને જાેતા ભારતે ચેતવણી આપી છે કે, જાે કોઈ દેશ ખાલિસ્તાન તરફીઓને આશ્રય આપશે તો તેની સીધી અસર આપણા સંબંધો પર પડશે.ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. આનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં ૮મી જુલાઈએ ખાલિસ્તાની રેલી કાઢવાની પણ વાત છે. જાેખમને જાેતા ભારતે ચેતવણી આપી છે કે જાે કોઈ દેશ ખાલિસ્તાનીઓને સ્થાન આપશે તો તેની સીધી અસર આપણા સંબંધો પર પડશે.પોસ્ટરમાં સામેલ ભારતીય રાજદ્વારીઓના નામ પર વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે અમે કેનેડા, યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા સહયોગી દેશોને વિનંતી કરી છે કે તેઓ ખાલિસ્તાનીઓને આશ્રય ન આપે. તેમણે કહ્યું કે જાે કોઈ દેશ આ ખાલિસ્તાનીઓને આશ્રય આપશે તો પણ તેની સીધી અસર બન્ને દેશના સંબંધો પર પડશે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પોસ્ટરનો મામલો ઓટાવા અને કેનેડા સરકાર સમક્ષ પણ ઉઠાવશે.સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને પોસ્ટરમાં ‘શહીદ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે, કેનેડા સ્થિત બે ભારતીય રાજદ્વારીઓને ‘હત્યારા’ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ઓટાવામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને ટોરોન્ટોમાં કોન્સલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવને ધમકી આપવામાં આવી હતી. તેમજ ૮ જુલાઇએ બપોરે ૧૨.૩૦ કલાકે રેલીની પણ વાત કરવામાં આવી રહી છે. તેને ‘ખાલિસ્તાન ફ્રીડમ રેલી’ કહેવામાં આવી રહી છે. પોસ્ટર અનુસાર, તે ગ્રેટ પંજાબ બિઝનેસ સેન્ટરથી શરૂ થશે અને ભારતીય દૂતાવાસ સુધી જશે. પોસ્ટરની નીચે બે મોબાઈલ નંબર પણ લખેલા છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *