Gujarat

ગંગા સ્વરૂપા બહેનોને સહાય મેળવવામાં મુશ્કેલી જણાયે જૂનાગઢ ખાતેની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા (વિધવા) બહેનોને દર
મહીને રૂ. ૧૨૫૦ની સહાય ચુકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં હાલ ૩૩૨૯૧ ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ
મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્રારા ચાલુ માસના જૂનાગઢ જીલ્લાની ગંગા સ્વરૂપા બહેનોને રૂ.૪,૩૫,૬૭,૫૦૦ની સહાયની
ચુકવણી તેમના બેંક/પોસ્ટ ખાતામાં કરવામાં આવી છે. સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા મહિલા અને બાળ
અધિકારીની કચેરી જૂનાગઢના ફોન નંબર: ૦૨૮૫-૨૬૩૨૩૨૨ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી
જૂનાગઢની યાદીમાં જણવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *