બાડમેર
ચક્રવાત બિપરજાેય હવે ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. મોડી રાત્રે બાડમેરમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉદયપુર, જાલોર, જાેધપુર, જેસલમેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના માંડવીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. આગામી દિવસોમાં રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જાેવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ ઉભી થઈ છે. પવન ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. ઉદયપુરમાં એક ઘરના બીજા માળનો કાચ તૂટી ગયો, જેના કારણે એક કારને નુકસાન થયું. ભારે વરસાદને કારણે ઉત્તર પશ્ચિમ રેલવે ઝોનની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. કહેવાય છે કે ચક્રવાતની અસરને જાેતા ૧૪ ટ્રેનો રદ કરવામાં આવી છે. દરમિયાન આ જિલ્લાઓમાં સરકારી કામકાજને પણ અસર થઈ હતી. હવામાન વિભાગે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગનો અંદાજ છે કે સોમવાર સુધી અહીં વરસાદ પડશે.હવામાન વિભાગે જાલોર અને બાડમેર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કહેવાય છે કે આ વિસ્તારોમાં ૨૦૦ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. જાલોરના ચિત્તલવણમાં રેકોર્ડ વરસાદ નોંધાયો હતો. ગુરૂવારથી આજદિન સુધીમાં ૭ સેમી વરસાદ વરસ્યો છે. બાકીના અન્ય રાજ્યોમાં આના કરતા ઘણો ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા બાડમેરને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું હોવાથી ૫૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અહીં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.હવામાન વિભાગનું અનુમાન છે કે નાગૌર, અજમેર, રાજસમંદ, ભીલવાડા અને ઉદયપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જેસલમેર, બિકાનેર, જયપુર, ચિત્તોડગઢમાં ભારે વરસાદની સંભાવના છે. પ્રતાપગઢ, ડુંગરપુર, બાંસવાડા, બુંદી, ટોંક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સુરક્ષાના સંદર્ભમાં, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણની ૩૦ બચાવ ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે. ૨૨ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે.


