નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રુ. ૬૨૫.૮૯ લાખના વિકાસકાર્યોનું ખાતમુર્હૂત કરવામાં આવતા અમરેલી લાઠી રોડ વિસ્તારમાં સીસી રોડના પ્રશ્નનું નિરાકરણ આવશે
—
ગુજરાત સરકારમાં વિકાસકાર્યો ઝડપથી થાય છે, અમરેલીને આવનાર સમયમાં અનેક વિકાસકામોને ભેટ મળશે
– નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયા
—
અમરેલી તા.૧૩ જુલાઈ,૨૦૨૩ (ગુરુવાર) રાજ્ય સરકાર પ્રેરિત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અને અમરેલી નગરપાલિકા આયોજિત વર્ષ ૨૦૨૦-૨૧ (આઉટગ્રોથ ગ્રાંટ) અંતર્ગત અમરેલી શહેરના વિવિધ આઉટગ્રોથ વિસ્તારોમાં ટ્રી મિક્સ સાથે સી.સી.રોડ, આર.સી.સી પાઈપ ડ્રેનેજ અને સ્ટ્રીટલાઈટની કામગીરીનું ખાતમુર્હૂત અમરેલી-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યુ હતુ. રુ. ૬૨૫.૮૯ લાખના વિકાસકાર્યોનું ખાતમુર્હૂત કરવામાં આવતા અમરેલી શહેરના લાઠી રોડ વિસ્તારના નાગરિકોના સી.સી રોડ બાબતના પ્રશ્નનું નિરાકરણ આવશે.
શહેરના વિવિધ આઉટગ્રોથ વિસ્તારો જેવા કે લાઠી રોડ, ધારી રોડ, જેસીંગપરા, કેરીયા રોડ સહિતની જગ્યાઓ પર વર્ષોથી સી.સી.રોડની માંગ હતી જે હવે પૂર્ણ કરવામાં આવશે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવા સહિતના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ખૂબ ઝડપથી કરવામાં આવશે. આ ઉપરાંત આવનાર સમયમાં અમરેલીને અનેક વિકાસકાર્યોની ભેટ મળવાની છે. ગુજરાત સરકાર દ્વારા
અમરેલીના વિકાસને માટે
વિવિધ કાર્યો પ્રગતિ તળે છે.
વિધાનસભાના નાયમ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વિકાસકામોના ખાતમુર્હૂત કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતુ કે, અમરેલીમાં સતત વિકાસ થતો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામગીરીઓ શરુ છે.
આ ઉપરાંત અમરેલી શહેરને તમામ પ્રકારની સુવિધાઓ સાથે વિકસિત કરવાની નેમ પણ છે.
લાઠી બાયપાસ અમરેલી ખાતે વિકાસકામોના ખાતમુર્હૂત કાર્યક્રમમાં નગરપાલિકા અમરેલી પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી, અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, અમર ડેરી વાઈસ ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણી, અમરેલી નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, અમરેલી નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી એચ.કે.પટેલ સહિત પદાધિકારીશ્રી-અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


