Gujarat

અમદાવાદમાં કંપની સાથે મળી શાળામાં Qr કોડ સ્ટીકર સિસ્ટમ લાગુ કરી

અમદાવાદ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એટલુ જ નહીં પરંતુ હવે રાજ્યના દરેક મેટ્રો શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જેના પગલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી રુબ્સ સ્કુલ કેમ્પસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. “ઇઈમ્ેંજી સ્ૈઙ્મત્નટ્ઠઅીખ્તટ્ઠ” એપ્લિકેશન દ્વારા તેઓ અકસ્માત, પાર્કિંગ અસુવિધા જેવી સમસ્યાઓનું ગેમ-ચેંજિંગ સોલ્યુશન લાવવા માટે આ પહેલ કરી રહ્યાં છે. સ્કૂલ સંચાલકનું માનવું છે કે શહેરમાં આવો પ્રયાસ કરનાર તેમની શાળા પ્રથમ છે. શાળાના પ્રિન્સિપાલ એલોન રૂબીન્સ દ્વારા આ શરૂઆત પોતાના વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ અને પેરેન્ટ્‌સ થકી કરી રહ્યા છે. આ લોન્ચ ઇવેન્ટ સમયે મુખ્યમહેમાન તરીકે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી સફિન હસન ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના પ્રિન્સિપલનું માનીએ તો તેમને ઘર અને શાળા પાસે પાર્કિંગની સમસ્યા નડતી હતી. તેમજ ત્યાં વાહન હટાવવા ચાલકને શોધવામાં હાલાકી પડતી હતી. જે સમય દૂર કરવા વિચાર આવ્યો અને કંપની સાથે મળી શાળા માં ઊિ કોડ સ્ટીકર સિસ્ટમ લાગુ કરી. જેથી પાર્કિંગ સમસ્યા ન રહે અને આ સાથે વાહન ચાલકની ઓળખ થઈ શકે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *