છેતરપિંડી કરનાર ઠગ સુકેશ ચંદ્રશેખરની ૧૨ કારની હરાજી કરાશે
છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની ૧૨થી વધુ લક્ઝરી કારની હરાજી કરવામાં આવશે. સેંકડો કરોડ રૂપિયાની કરચોરી સંબંધિત કેસમાં આવકવેરા વિભાગ દ્વારા આ કારોને જપ્ત કરવામાં આવી હતી. હરાજીની પ્રક્રિયા ૨૮ નવેમ્બરે થશે. સુકેશ વિરુદ્ધ લગભગ ૩૦૮ કરોડ રૂપિયાના ટેક્સ બાકી હોવાનો કેસ છે અને આ સંબંધમાં આવકવેરા વિભાગે ચંદ્રશેખરના ઘરે દરોડા પાડ્યા હતા.. આવકવેરા વિભાગ તેમને વેચીને બાકી વેરો વસૂલવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુકેશને મોંઘી કાર રાખવાનો અને ચલાવવાનો ખૂબ જ શોખ છે.. મોંઘી કાર કલેક્શનમાં ૧. મ્સ્ઉ – રૂ ૧૮.૭૯ લાખ ૨. રેન્જ રોવર – રૂ ૪૪.૪૩ લાખ ૩. જગુઆર – રૂ ૩૧.૦૧ લાખ ૪. ડુકાટી બાઇક – રૂ ૩.૫ લાખ ૫. ઇનોવેટીવ ક્રિસ્ટા – રૂ ૧૧.૮૯ લાખ ૬. નિસાન ટેન – રૂ ૨.૦૩ લાખ પ્રાડો ૭. – રૂ. ૨૨.૫૦ લાખ ૮. લેમ્બોર્ગિની – રૂ. ૩૮.૫૨ લાખ ૯. રોલ્સ રોયસ – રૂ. ૧.૭૪ લાખ ૧૦. બેન્ટલી – રૂ. ૮૩.૩૫ લાખ ૧૧. પોર્શ – રૂ. ૫.૦૮ લાખ ૧૨. ટોયોટા ફોર્ચ્યુનર – રૂ. ૧૫.૩૧ લાખ.. સુકેશ ચંદ્રશેખર કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
તેની સામે ખંડણીથી લઈને છેતરપિંડી સુધીના કેસ છે. કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સુકેશ સાથે જાેડાયેલા કેસની તપાસ કરી રહી છે. સુકેશ હાલ જેલમાં છે.. સુકેશના જીવન પર ફિલ્મ બની રહી હોવાના અહેવાલ છે. ફિલ્મમેકર આનંદ કુમાર આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આમાં સુકેશનું જીવન અને તેણે ફિલ્મી પડદે કેવી રીતે અનેક છેતરપિંડી કરી તે બતાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.