Gujarat

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનાં ત્રાસ માટે નિયમ લાગું કરાયો

અમદાવાદ
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જાે કે, હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી પરંતુ વિરોધના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે ર્નિણય લેવામાં આવ્યો.ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે ૩૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે ૨૦૦૦ ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે ૬૦૦ રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે ૧૦૦૦ રુપિયા ચૂકવવાના રહેશે. જાે કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી ૫૦૦ રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી ૨૫૦ રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે ૨૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *