Gujarat

અમદાવાદમાં સોલા પોલીસે ઝડપી પાડ્યુ હથિયારોનું રેકેટ, બે આરોપીઓની અટકાયત કરી

અમદાવા
અમદાવાદના સોલા પોલીસે હથિયારોનું રેકેટ ઝડપી પાડ્યુ છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. જમ્મુનો નિવૃત્ત જવાન હથિયારો વેચતો હતો. પકડાયેલા આરોપીમાંથી એક આરોપી આસામ રાઇફલમાં હતો. પકડાયેલા બંને આરોપી આસામમાં સાથે ફરજ બજાવતા હતા. એક રિવોલ્વર, ૧૨ કારતુસ અને ચાર ફોડેલા કારતુસ કબજે કર્યા છે. હાલમાં સ્વતંત્ર પર્વને લઈ સોલા પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ સમય દરમયન પોલીસને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે હથિયારનો વેપાર કરી રહ્યો છે. આ ઈસમ પોતાની પાસે એક ગેરકાયદેસર રિવોલ્વર પણ રાખી વૈષ્ણદેવી સર્કલ તરફથી ભાડજ સર્કલ વિસ્તારમાં જવાનો છે. મળેલી બાતમીના આધારે આજે પોલીસ આજે ઓગણજ સર્કલ ખાતે સઘન વોચ ગોઠવી બેઠી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ગાડી પોલીસની હાથે લાગતાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કારને ઉભી રાખવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે ટીયાગો ગાડીમાં ચેક કરતા ડ્રાઈવર સીટની બાજુના ભાગે સીટના આગળ ભાગે ખાનામાંથી એક રીવોલવર હથિયાર તથા કારતુસ મળી આવ્યા હતા. ઇસમની પૂછપરછ કરતા પોતાનું નામ પ્રતિકકુમાર ચૌધરી તરીકે બતાવ્યુ હતું. પોલીસે હાથ ધારેલી પૂછપરછના આધારે પકડાયેલ આરોપીમાંથી એક આરોપી આસામ રાઇફલમાં હોવાનું ખૂલ્યું હતું.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *