અમદાવાદ
અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગના નામે ચાલી રહેલા દેખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે. મ્સ્ઉના કારચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો છે. મ્સ્ઉના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર ચલાવી હતી. નશામાં ધૂત કારચાલકે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતુ. જે પછી સેટેલાઈટ પોલીસે પીછો કરીને કારચાલકને માણેકબાગથી ઝડપી લીધો હતો. રાત્રી દરમિયાન અવરજવર ઓછી હોવાના કારણે જાનહાની ટળી છે. પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં નશાની હાલતમાં યુવક કાર ચલાવતો હતો. સેટેલાઈટ પોલીસે યુવકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
