સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકામાં અવિરત મેઘ મહેરથી કાચા મકાનો ધરાશાયી થવાની ઘટના આંબરડી ગામે બનતા ગરીબ પરિવાર ઘર વિહોણો બન્યો હતો આંબરડી ગામે રહેતા મસ્જિદભાઈ અબ્દુલભાઈ શેખડાનું મકાન ઢળતી સંધ્યાએ ધરાશાયી થતા ઘરવખરી દબાઇ હતીને ઘરનો પટારો અને માલ સામાન દબાઈ જતા પરિવારને ભારે નુકસાની થઈ હતી સદ્દનસીબે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી પણ કાચું મકાન ધરાશાયી થતા ગરીબ પરિવારને ઘર વિહોણો બનવાનો વારો આવ્યો છેજે પરિવારના મકાન વરસાદને કારણે ધરાશાયી થાય તેવા પરિવારને સરકાર દ્વારા રહેવા માટે તાત્કાલિક મકાન ફાળવે અને સહાય આપે તેવી ગરીબ પરિવાર માંગ કરી રહ્યોછે ગરીબ પરિવારનું કાચું મકાન પડી જતા આસપાસના રહીશો અને સેવાભાવી લોકો તથા તેમના પરિવાર દ્વારા જાતેજ ઈટો અને કાટમાળ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે શહેરી વિસ્તારોમાં કાચા મકાન પડયાની ઘટનાતો સાવરકુંડલા શહેરમાં પણ જુનવાણી મકાનો પડવાની ઘટનાઓ ઘટી રહીછે


