Gujarat

બોડેલી વિસ્તારમાં અંખીયા મિલાકે રોગ વકરતા એકબીજા સામે આંખ મિલાવવાનુ લોકો ટાળી રહ્યા છે. 

બોડેલી વિસ્તાર માં આંખો આવવાનો ચેપીરોગ ખૂબ વકર્યો છે અને આ રોગ બાળકો માં ખૂબ ઝડપ થી વધી રહ્યો હોવાથી શાળાઓ માં પણ આંખના રોગી બાળકોએ આવવું નહિ, તેવું શાળા સંચાલકોએ વાલીઓમાં મેસેજ ફરતો કરી દીધો છે.
   કંજકટીવાઈટીસ નામે ઓળખાતા આંખના ચેપી રોગની જાણે સીઝન આવી હોય તેમ આંખના દવાખાના અને મેડિકલ સ્ટોર પર આવા દર્દીઓ ખૂબ જોવા મળે છે. અંખીયા મિલાકે રોગ વકરતા એકબીજા સામે આંખ મિલાવવાનુ લોકો ટાળી રહ્યા છે.
    રોગના લક્ષણોમાં આંખમાં લાલાશ આવવી, ખંજવાળ આવે, આંખો માં ભાર રહે અને દુખાવો થાય, આંખો ચોંટી જવી તેવા લક્ષણોના દર્દીઓએ આંખના તબીબ પાસે જઈને દવા લેવી જોઈએ , જ્યારે ઘરમાં કે બહાર કોઈને ચેપ ન લાગે તે માટે દર્દીએ કાળજી લેવી જોઈએ.
  બોડેલીમાં નાના થી માંડી મોટા લોકોમાં આંખ આવવાનો રોગ વકર્યો છે. શાળાઓમાં ભણતા બાળકો રોગનો શિકાર બની રહ્યા છે. એક શાળાએ તો વાલીઓને સૂચના આપી છે કે બાળકને આંખ આવી હોય તો શાળા એ મોકલવા નહિ. હવે બીજી શાળા પણ તેનો અમલ કરે અને કરાવે તે જરૂરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230722-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *