બોક્સ
વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારો વરસાદ પડે તો ગરમીથી રાહત થાય
બોડેલી તાલુકા સહિત જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી જ વાદળ છાયું વાતાવરણ રહ્યું છે અને હવામાં ભેજ વધુ હોવાના કારણે બફારો પણ અનુભવાઈ રહ્યો છે. મેઘરાજાનું આગમન હજુ સુધી થયું નથી સવારથી જ આકાશમાં વાદળોની આવન જાવન ચાલુ રહી છે. પવન ઓછો હોવાથી બફારો અનુભવાઈ રહ્યો છે. બોડેલી સહિત જિલ્લા માં વાતાવરણ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાય છે. મહત્તમ તાપમાન ઘટતા કાળઝાળ ગરમીથી રાહત મળે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે ભેજ વધતા બફારાથી લોકો પરેશાન થયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવામા ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે પરેસવો વળશે અને વાદળ છાયું વાતાવરણ પણ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારો વરસાદ પડે તો ગરમીથી રાહત થાય તેમ શહેરીજનો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


