નવમી ઓગસ્ટ નાં રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે જેમાં સરકાર દ્વારા પણ ઉજવણી કરવામાં આવનાર છે જિલ્લામાં ત્રણ જગ્યા ઉપર આ કાર્યક્રમ થવાનો છે ત્યારે આ કાર્યક્રમોમાં સમજના આગેવાનો દ્વારા એક આહવાન કરવામાં આવ્યું છે કે આદિવાસી સમાજના દરેક નાના મોટા લોકો આ કાર્યક્રમમાં નાં જાય અને આ કાર્યક્રમોનું બહિષ્કાર કરવામાં આવે તેવું રાજ્ય સભાના સાંસદ નારન રાઠવા અને આદિવાસી સમજના આગેવાનોએ જણાવ્યું હતું આજે છોટાઉદેપુર નગરમાં આવેલ મમા માર્ગેટ સ્કૂલ ખાતે એક મિટિંગ કરી હતી જેમાં સરપંચો આગેવાનો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે નવમી ઓગસ્ટ નાં રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો વિરોઘ નોંધવામાં આવશે. મણિપુર સહિતની જગ્યા ઉપર જે ઘટનાઓ બની છે જેને લઇને આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે અને નગરમાં મોન રેલી યોજી વીરોઘ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


