Gujarat

દેલવાડામાં મચ્છુન્દ્રી નદીમા ૭ કરોડના ખર્ચુ પુલનું કામ દોઢ બે વર્ષથી મંદગતતિએ,,, મછુન્દ્રી નદીમાં પૂર્ણ સ્થિતિ સર્જશે તો 15થી 16 ગામોનો વાહન વ્યવહાર ખોરવાશે..

નદીમા ચોમાસાનું પાણી આવે તે પહેલા પુલને બનાવવામાં આવે તેવી ઉગ્રમાં……
આ નવ નિર્માણ બની રહેલ પુલના કામમાં નબળી ગુણવત્તાનો માલ વપરાતો હોવાનોઆક્ષેપ
ઉનાના દેલવાડા ગામે સ્ટેટ હાઈવે નં. ૧૦૪ ઉપર મચ્છુન્દ્રી નદીમાં ગત વર્ષે ૨૦૨૨માં ફેબ્રુઆરી મહિનામાં કોઝવે કમ ચેકડેમ
આવેલ જે તોડી પાડી નવા ઉંચા પુલ બનાવવા કામ ચાલુ કરવામાં આવ્યુ હતું. અને ચોમાસા દરમિયાન જિલ્લ મેજીસ્ટ્રેટ કમ ક્લેક્ટર
દ્વારા તા. ૧૧ડી.૨૦૨૨ સુધી જાહેરનામું બહાર પાડી રસ્તો બંધ કરેલ હોય જે જાહેરનામું પણ પૂર્ણ થયું છે. તેમ છતાં આ પૂલનું
કામ આજ સુધીમાં પૂર્ણ થયેલ નથી. હાલ આ પૂલના કામ માટે માત્ર ૮ થી ૧૦ માણસો કામ કરે છે. અને આ પુલની કામગીરી
ગોકળગાયની ગતિથી ચાલતુ હોય જેના કારણે આ પુલનો રસ્તો બે બંદરને જોડતો રોડ હોય જેથી અંજાર, ખાણ, રાજપૂત રાજપરા,
કાળાપાણ, ખડા, સેંજળીયા, દાંડી, ખજુદ્રા, સીમર, દુધાળા, માલેકપુર, સૈયદ રાજપરા સહીતના ગામોને તાલુકા મથકે જવા માટે આ
એક માત્ર રસ્તો છે. ગત વર્ષ આ પુલનું કામ પૂર્ણ ન થવાથી તમામ ગામના લગભગ ૩૦ હજાર લોકોને ભારે હાલાકીનનો સામનો
કરવો પડ્યો હતો. અને વધુ ૮ થી ૧૦ કિલો મિટર દૂરનું અંતર કાપવું પડે છે. સૈયદ રાજપરા ગામ મત્સ્ય ઉત્પાદક બંદર ગામ હોય
અને આ પૂલના અભાવે અહીં રોજીરોટી કમાવવા આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ પુલનું કામ તાકીદે પુરજોશમાં ચલાવી
ચોમાસા પહેલા પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. દેલવાડા સિમર સૈયદ રાજપરા સ્ટેટ ઈવે નં. ૧૦૪ના દેલવાડા
ખાતે મચ્છુન્દ્રી નદીના પૂલનું કામ પૂરજોશમાં વધુ માણસો રાખી ઝડપથી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે એવી માંગ રમેશભાઇ
ભગવાનભાઇ વંશે જીલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
તેમજ ગામના સામાજિક આગેવાન હિરેન બાંભણીયા, બાબુ બાંભણીયા, ચંનુ બાંભણીયા દ્વારા આ પુલની સ્થળ મુલાકાત લઈ
જાતનિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ બ્રિજનું કામ નબળું થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવેલો હતો. આ ઉપરાંત સ્થળ
પર કોઈપણ તંત્રના અધિકારી કે સુપરવાઇઝરની દેખરેખ કરવામાં આવતી નથી. આ બાબતે સરપંચના પ્રતિનિધિ વિજય બાંભણીયા
સાથે વાત કરતા તેઓએ પણ આ બ્રિજનું કામ એસ્ટીમેટ મુજબ કરવામાં આવે અને વહેલું કરવામાં આવે તેવી માગ કરી હતી.

બોક્ષ્ – છેલ્લા દોઢ બે વર્ષથી ગોકળગાયની ગતિએ કામ શરૂ છે…સરપંચ પ્રતિનિધી વિજયભાઇ…
દેલવાડા સરપંચ પ્રતિનીધી વિજયભાઇ બાંભણીયએ જણાવેલ કે દેલવાડા – સૈયદ રાજપરા બંદરને જોડ તો રોડ પર આવેલ મચ્છુન્દ્રી
નદીમાં પુલ મંજુર થયેલ તેની કામગીરી છેલ્લા દોઢ બે વર્ષથી ચાલુ છે. પરંતુ આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. ચોમાસામાં
નદીમાં પુલ આવે તે પહેલા વહેલી તકે અને સારૂ કોલેટીનું કામ થાય જેથી ૧૫થી વધુ ગામના લોકો વિદ્યાર્થીઓ, વાહનોને મુશ્કેલી ન
પડે અને તાત્કાલીક કામ પૂર્ણ થાય તેવી માંગ કરી હતી.
બોક્ષ્ –ચોમાસા પહેલા કામ પૂર્ણ નહી થાય તો ૧૫ ગામોના ૩૫ હજાર જેટલા લોકોને ભારે હાલાકી થશે…રમેશ વંશ…
દેલવાડાની મચ્છુન્દ્રી નદીમાં બનતો પુલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. આ સ્ટેટ હાઇવે પરના ૧૫ જેટલા ગામના ૩૦ થી ૩૫
હજારથી વધુ લોકોનો રોજીદી અવર જવર થતી હોય છે. ત્યારે હાલ પુલનુ કામ ગોકળગાયની ગતીએ કામ ચાલુ હોવાથી લોકોને
અહીથી પસાર થવામાં ચોમાસા દરમ્યાન ભારે હાલાકીનો ભોગ બનવુ પડે છે. જ્યારે સરકાર દ્રારા કરોડો રૂપિયાના આ કામ થતા હોય
ત્યારે બાંધકામ વિભાગ તેમજ એન્જીનીયરે આ કામગીરીનું સુપરવિઝન કરવુ જોઇએ. પરંતુ હાલ આ કામગીરી સમયે કોઇ ધ્યાન
અપાતુ નથી. અને ૮થી ૧૦ મજુરો દ્રારા કામગીરી કરાવામાં આવે છે. આ કામમાં રેતીનો ઉપયોગ થતો હોય તેમાં માટીનું પ્રમાણ વધુ
જોવા મળે છે. જેથી વહેલીતકે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી સરકાર પાસે અમારી માગણી છે.

-નદીમા-પુલનું-કામ-દોઢ-બે-વર્ષથી-મંદગતતિએ-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *